સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

રોલઆઉટ (સ્માર્ટ મીટર્સ બહાર પાડવા) વિશે

સરકાર માગે છે કે એનર્જી સપ્લાયર્સ 9ઉર્જા પુરી પાડનારાઓ0 ઈગ્લેન્ડ, વેઇલ્સ અને સ્કોટલેન્ડના દરેક ઘરમાં સ્માર્ટ મીટર્સ સ્થાપીત કરે. એનર્જી સપ્લાયર્સને પહોંચવા માટે ૨૬ મિલિયનથી વધારે ઘરો છે. એ લક્ષ્ય સાથે કે ૨૦૨૦ સુધીમાં દરેક ઘરમાં સ્માર્ટ મીટર હોય.

Planet is heating up

રોલઆઉટ (સ્માર્ટ મીટર્સ બહાર પાડવા) શું કામ

યુરોપિયન યુનિયને બધી સભ્ય સરકારોને આપણો ઉર્જા પુરવઠો (એનર્જી સપ્લાયને) અદ્યતન બનાવવાના પગલાના ભાગ તરીકે અને બદલાતી આબોહવાના પ્રશનને ઉકેલવાનો પ્રયાસ કરવા માટે સ્માર્ટ મીટર્સ જોવાનું કહ્યું હતું. પ્રાથમિક અભ્યાસ પછી, બ્રિટિશે સરકારે આપણી ઘરડી થતી ઉર્જા પધ્ધતિ (એનર્જી સિસ્ટમ) ને અદ્યતન બનાવવાની યોજનાના ભાગ તરીકે સ્માર્ટ મીટર્સને અપનાવવાનું નક્કી કર્યુ. તે લોકોને તેમના ઉર્જાના વપરાશ ઉપર વધારે અંકુશ / નિયંત્રણ આપશે, બીલ્સ સમજવામાં મદદ કરશે, અને એ જોવા દેશે કે ઉર્જા તેઓ વાપરે છે એનો તેમને કેટલો ખર્ચ થાય છે. સ્માર્ટ મીટર્સથી સંપૂર્ણ બ્રિટેનને ફાયદો થશે.

આ આપણા સહુ ઉપર છે.

સ્માર્ટ મીટર્સ ફરજીયાત નથી અને લોકો એક ન રાખવાનું પસંદ કરી શકે. એટલે એમ કે નેશનલ રોલઆઉટ એમને એમ યંત્રવત નહી થઇ જાય. સ્માર્ટ મીટર્સના ફાયદાઓનો સંદેશ ફેલાવવાની મદદ માટે આપણે સહુએ સક્રીય અને ઉત્સાહી થવાની જરૂર છે.

સ્માર્ટ એનર્જી જીબી વિશે