સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો
Smart meter in-home display

સ્માર્ટ મીટર શું છે?

સ્માર્ટ મીટર્સ નવી પેઢીના ગેસ અને વીજળી મીટર્સ છે જે સમગ્ર ગ્રેટ બ્રિટનમાં બહાર પાડવામાં આવી રહ્યા છે. તે લગભગ વર્તમાન સમયમાં, પાઉન્ડ અને પેન્સમાં બતાવશે કે તમે કેટલી ઊર્જા વાપરી રહ્યા છો અને અંદાજિત બિલ્સનો અંત લાવશે.

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે?

સ્માર્ટ મીટર્સ, તમે કેટલા ગેસ અને વીજળી વાપરો છો, તેમજ તમને તેનો કેટલો ખર્ચ થાય છે તે માપે છે, અને તેને એક હાથવગા ઇન-હોમ ડિસ્પ્લે પર બતાવે છે.

તે તમારા એનર્જી સપ્લાયરને મહિને ઓછામાં ઓછી એક વખત ઓટોમેટિક મીટર રીડિંગ્સ પણ મોકલે છે, જેથી તમે ચોક્કસ બિલ્સ મેળવશો, અંદાજિત નહીં.

સ્માર્ટ મીટર ઇક્વિપમેન્ટ

તમારા એનર્જી સપ્લાયર(ર્સ) ઈન્સ્ટોલ કરશે:
  • એક સ્માર્ટ વીજળી મીટર
  • એક સ્માર્ટ ગેસ મીટર (સિવાય કે તમે ગેસ મેઇન્સ પર ન હોવ)

અને તમારું મીટર ઈન્સ્ટોલ કરવામાં આવે ત્યારે તમને એક ઇન-હોમ ડિસ્પ્લે પણ આપવામાં આવશે.


તમારું સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાવવું

ઇન-હોમ ડિસ્પ્લે તમને શું બતાવે છે

ઇન-હોમ ડિસ્પ્લે પર, તમે સ્પષ્ટપણે જોઈ શકશો:
  • તમે લગભગ વર્તમાન સમયમાં કેટલી ઊર્જા વાપરી રહ્યા છો
  • છેલ્લા કલાક, અઠવાડિયા, અને મહિનામાં કેટલી ઊર્જા વપરાઈ (અને તેનો ખર્ચ કેટલો થયો)
  • તમારો વીજળી વપરાશ ઊંચો છે, મધ્યમ છે કે નીચો છે
  • વીજળી માટે લગભગ વર્તમાન સમયમાં અને ગેસ માટે દર અડધા કલાકે અપડેટ્સ

જો તમારી પાસે પ્રીપે મીટર હોય, તો તે આ પણ બતાવશે:

  • તમારે કેટલી ક્રેડિટ બાકી છે
  • તમારા ઇમરજન્સી ક્રેડિટ બેલેન્સ પર તમારી પાસે કેટલા છે
  • તમારું ડેટ (ઋણ) બેલેન્સ (જો હોય તો)
  • તમારી ક્રેડિટ નીચી જઇ રહી છે કે કેમ.

P

સ્માર્ટ મીટર્સ અને વાયરલેસ સિસ્ટમ

તમારા ઘરની અંદર, સ્માર્ટ મીટર્સ મોબાઇલ ફોન્સ કે TVs ની જેમ જ રેડિયો તરંગોનો ઉપયોગ કરીને તેનું પોતાનું સુરક્ષિત, વાયરલેસ નેટવર્ક વાપરે છે. (તે તમારું wifi નહીં વાપરે અને તેને ચલાવવા માટે તમારા ઘરની અંદર તમારે wifi ની જરૂર નથી).

તમારા સ્માર્ટ મીટર્સ તમારા ઘરની બહાર સમાન વાયરલેસ નેટવર્ક સાથે લિંક કરશે. આ નેટવર્ક નવી Data and Communications Company દ્વારા સંચાલિત છે, જેની ઉપર ઊર્જા વિનિયામક Ofgem દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

સ્માર્ટ મીટરના ડેટાને ખાનગી અને સુરક્ષિત રાખવા માટે કડક નવા વિનિયમનો અને કોડ્સ ઓફ પ્રેક્ટિસ છે.

કયો ડેટા લેવાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે?

સ્માર્ટ મીટર્સ તમે વાપરેલી ઊર્જા વિશે ડેટા સંગ્રહિત કરે છે, પણ તમારા વિશેનો વ્યક્તિગત ડેટા નહીં. તમારો ઊર્જા વપરાશ એક સ્ક્રીન પર બતાવવામાં આવે છે જેથી તમે જોઈ શકો અને તમારી પરવાનગીથી તેને તમારા એ એનર્જી સપ્લાયર સાથે પણ વહેંચવામાં આવે છે, કે જેને મીટર રીડિંગ્સ મોકલવામાં આવે છે.

એનર્જી નેટવર્ક ઓપરેટર્સ પણ આ ડેટા જોઈ શકે છે, પણ ફક્ત અનામીપણે. જેથી તેઓ ઊર્જા વપરાશની બહેતર સમજ મેળવી શકે, પાવર આઉટેજીસનો ઉકેલ વધુ કાર્યક્ષમ રીતે લાવી શકે અને બ્રિટનની ઊર્જા જરૂરિયાતો માટે વધુ સારી રીતે આયોજન કરી શકે.