કોણ શું કરી રહ્યા છે
સ્માર્ટ મીટર્સની સ્થાપના કરવી. એક નવી વાયરલેસ કમ્યુનીકેશન્સ ગ્રીડ 9તાર વગરની સંચાર વ્યવસ્થાવાળી ગ્રીડ0 તૈયાર કરવી. ખાત્રી કરવી કે બધાને ફાયદાઓ મળે છે. ખાસ કરીને ભેદ્ય / નબળા લોકોને, ઘણી સંસ્થાઓ છે, ઉપરાંત નવા કાયદા કાનુન અને ધોરણો. અહીં બધી જવાબદારીઓના સંક્ષીપ્ત ભાગલાઓ:
સરકાર માળખું તૈયાર કરે છે
સરકારે સ્માર્ટ મીટર્સના નેશનલ રોલઆઉટ (સ્માર્ટ મીટર્સ બહાર પાડવા) માટે ધ્યેય અને સ્થાપિત ભૂમિકાઓ અને જવાબદારીઓ નક્કી કર્યા છે. ધ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ કલાઇમેટ ચેઇન્જ 9ડીઇસીસ0 રોલઆઉટના સંચાલન અને દેખરેખ કરી રહી છે. ગ્રાહકો સુરક્ષિત રહે તેની ખાત્રી રાખવા એમણે નિયમો અને ધોરણો તૈયાર કર્યા છે. આમાં ઉપસ્કર / સાધનસામગ્રી માટેના તકનીકી ધોરણો અને ખાત્રી કરવી કે ભેદ્ય / નબળાં લોકોની જરૂરિયાતો પૂરી પડે તેનો સમાવેશ થાય છે.
રોલઆઉટના તબક્કાઓ
સ્માર્ટ મીટર રોલઆઉટના (સ્માર્ટ મીટર બહાર પાડવાના) તબકકાઓ વિશે વધુ માહિતી અહીંથી મળશે.