સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો
 
What are you looking for?

સ્થાપના કેવી રીતે થશે?

 

ીટર સ્થાપવાની પ્રક્રિયા સીધી અને સરળ છે. એ આ રીતે કામ કરશે

સ્થાપનાના આગલે દિવસે/ સ્થાપના પહેલાના દિવસે

 

તમારો એનર્જી સપ્લાયર સ્થાપનાનો સમય અને તારીખ ગોઠવવા તમારો અગાઉથી સંપર્ક કરશે. તેઓ તમને કહેશે કે શું અપેક્ષા રાખવી, એમાં કેટલો વખત લાગશે અને જો તમારે કંઇ ખાસ કરવાનું હોય તો.

સંકેત સુચના :

તમારે સ્થાપકને તે દિવસે અંદર આવવા દેવો જોશે અને એ તમારા પરંપરાયત મીટર સુધી પહોંચી શકે છે તેની ખાત્રી કરવી પડશે. માટે તમારે કદાચ કબાટો ખાલી કરવા પડે. કોઇ પણ પહોંચવાના મુદ્દાઓ, તમારા સપ્લાયરને જણાવો.

તમારો એનર્જી સપ્લાયર શું કરે છે તેની તપાસ કરો.

smart meter installed

સ્થાપના દરમ્યાન

 

તમને એક સ્માર્ટ વિજળીનું મીટર અને એક સ્માર્ટ ગેસ મીટર મળશે. સામાન્ય રીતે આ ત્યાં જ જશે જયાં તમારા જુના મીટર્સ હતા. જો તેમને બીજે કયાંયે સ્થાપવાની જરૂર પડશે તો સ્થાપક તમને પહેલા પુછશે.

તમને એક સ્માર્ટ મીટર ડિસ્પ્લે પણ પ્રસ્તુત થશે – સહેલાઇથી ઉંચકી – ફેરવી શકાય તેવી સ્ક્રીન જે તમે ઘરમાં ગમે ત્યાં મુકી શકો. તમારે એક રાખવી જરૂરી નથી પણ એ સૌથી સહેલો રસ્તો છે એ જોવા કે તમે કેટલી એનર્જી વાપરો છો અને તેનો કેટલો ખર્ચો થાય છે. ડિસ્પ્લે સ્ક્રીનનો તમને કોઇ ખર્ચો નહી થાય.

સ્થાપકે શરૂ કરતા પહેલા તમને

 

સ્થાપકે શરૂ કરતા પહેલા તમને ફોટો આઇડી કાર્ડ બતાવવું પડશે. સ્માર્ટ મીટર પધ્ધતિ શું કરે છે અને તે કેમ વાપરવી તે સમજાવવું પડશે. તપાસવું કે બધું બરાબર કામ કરે છે. તમને તેને વાપરવા વિશેની એક હાથવગી માર્ગદર્શીકા આપવી. તમારા કોઇ પ્રશ્નો હોય તો તેના જવાબ આપવા, તમને વધારે મદદ અને જાણકારી કયાંથી મળી શકે તે જણાવવું

જે વ્યકિત મારૂ સ્માર્ટ મીટર સ્થાપશે તે યોગ્ય હશે?

 

હા, બધા સ્થાપકોએ એક ઔપચારિક યોગ્યતા પરીક્ષા પાસ કરવી પડે અને નિશ્ચીત રાષ્ટ્રીય ધોરણોને મળવું પડે. આ ધોરણો સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન કોડ ઓફ પ્રેકટીસમાં આપેલા છે. બધા સ્થાપકોએ એ કોડ પર હસ્તાંક્ષર કર્યા છે. જે ઓફજેમ દ્વારા નિયંત્રીત છે, જેમણે, જરૂર પડે તો સપ્લાયર્સને દંડ કરીને લાગુ કરવાની સતા છે.

Smart meter installer badge