મને સ્માર્ટ મીટર કયારે મળી શકે.
ઘરોને સ્માર્ટ મીટર્સમાં અપગ્રેડ કરવા 9ઉંચી કક્ષાએ પહોચાડવા0 એ રાતોરાત નહી થાય. એનર્જી સપ્લાયર્સને પહોંચવા માટે ૨૬ મિલીયન ઘરો છે, એ લક્ષ્ય સાથે કે ૨૦૨૦ સુધીમાં દરેક ઘરમાં સ્માર્ટ મીટર હોય. તમને તમારા સ્માર્ટ મીટર સુધી પહોચવા કેટલો સમય લાગશે તેનો આધાર સામાન્યપણે બે કારકો પર રહેશે:
૧. તમારો એનર્જી સપ્લાયર કોણ છે
દરેક ગેસ અને વિજળીના સપ્લાયરને આ પ્રચંડ કામ પાર પાડવા માટે પોતાનું સમયપત્ર હશે. અમુકોએ વહેલી પેઢીના સ્માર્ટ મીટર્સ અગાઉથી સ્થાપીત કરી દીધા છે. બીજાઓએ હજી શરૂઆત નથી કરી. તમારો સપ્લાયર શું કરી રહયો છે તે જુઓ.
ર. તમે કયાં રહો છો
પ્રૌદ્યોગિકતા કેવી રીતે વિકસી રહી છે તે જોતા, તમે કયાં રહો છો અને તમારૂ કેવા પ્રકારનું ઘર છે, એ, તમને સ્માર્ટ મીટર કયારે મળી શકે તેના પર અસર કરશે.
અમુક અપવાદ સાથે, સામાન્યપણે વસ્તુ સ્થિતિ એ થશે કેઃ
- નગરો અને શહેર ગામડાઓ કરતા પહેલા આવશે
- સ્કોટલેન્ડના ગામડાઓ પહેલા આવશે (૨૦૧૬) ઇંગ્લેન્ડ અને વેઇલ્સથી પહેલા (૨૦૧૭)
- ફલેટસ કરતા ઘરો પહેલા આવશે.
- નાના ફલેટસ પહેલા આવશે (૨૦૧૬) મોટા બ્લોકસ કરતા પહેલા (૨૦૧૮)