જો તમે પ્રી પે મીટર પર હો તો તેના ફાયદાઓ
તમારી પાસે ચાલુ પ્રી પે મીટર હોય તો પણ સ્માર્ટ મીટર તમારા માટે સારા સમાચાર છે. સ્માર્ટ પ્રી પે ટેકનોલોજી નેશનલ રોલઆઉટનો 9સ્માર્ટ મીટર્સ બહાર પાડવાનો0 ભાગ છે. સ્માર્ટ પ્રી પે થી તમને હંમેશા જાણ રહેશે કે તમે કેટલા ખર્ચો છો અને ખેટલા દેવાનાં છે.
વધારે સરળ ટોપ અપસ
તમારા જમા ખાતાને ટોપ અપ કરવાનું પ્રી પે સ્માર્ટ મીટર્સ તમારા માટે વધારે સરળ બનાવે છે. તમારા સપ્લાયરના આધાર પર, તમે સીધુ ઓનલાઇન ટોપ અપ કરી શકશો. એક ઐપ દ્વારા અથવા તમારા લતાની દુકાને, હવેથી ચાવી, કાર્ડસ કે દુકાનના અગવડિયા આંટાફેરા નહી.
ખાતામાં બાકી જમા રકમ તપાસવું સરળ છે
તમારા પ્રી પે સ્માર્ટ મીટર ડિસ્પ્લેમાં સરળતાથી-સમજાય-તેવી સ્ક્રીન હશે જે તમને ખાતામાં કેટલા જમા બાકી છે તે બતાવશે. તો હવે મોડી રાતના દુકાનના આંટા નહી.
વધુ એનર્જી (ઉર્જા) બચાવી, વધુ પૈસા બચાવો.
કારણ કે સ્માર્ટ મીટર્સ તમે લગભગ સાચા સમયમાં કેટલા ગેસ અને વિજળી વાપરો છો તે તમને બતાવે છે, તમે જોઇ શકો છો કે તમે સૌથી વધારે ઉર્જા કયારે વાપરી રહ્યા છો અને કયા ઓજારો સૌથી વધુ જવાબદાર છે. કયાં કાપ મૂકવો તેની ખબર ઉર્જા અને પૈસા બન્ને બચાવી શકે છે.